સુરત-

શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ- ૨ પ્લોટ નં-૨૯૦-૨૯૧ની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી ગઈકાલે મોડી સાંજે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યારાઓઍ મૃતકને છાતી અને પગના જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, ત્યારે સુરતમાં સતત હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. જાણે ગુનેગારોને પોલીસ અને કાયદાની બીક રહી નથી તેવું લાગી રહ્યું છે, તેવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઈ છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ વી.આઈ.પી સર્કલ પાસે સીલીકોન ઍપાર્ટમેન્ટમાં રહેતા એક વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને સળીયા સેન્ટીંગનું કામ કરતા મોહમદ નિયાજમુખ્તાર શેખના ભાઈ મોહમદવાજુ આલમ મુખ્તાર શેખની ગઈકાલે મોડી સાંજે અંજની ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-૨ પ્લોટ નં-૨૯૦-૨૯૧ની પાછળ ખુલ્લી જગ્યામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોએ પોલીસને આપતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી. બીજી બાજુ જે યુવાનની હત્યા થઈ છે તેનો પરિવાર પણ દોડી આવ્યો હતો. પ્રાથમિક નજરે હત્યારાઓઍ મોહમદવાજુ શેખને છાતી અને પગના જાંઘના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે આ મામલે મારનાર યુવાનના ભાઈની ફરિયાદ લઈને હત્યાનો ગુનો દાખલ કરી આ મામલે આરોપીને શોધખોળ શરુ કરી છે. બીજી બાજુ હત્યાને લઈને પોલીસે પણ દોડતી થઇ ગઈ છે. સતત આ વિસ્તરામાં હત્યાની ઘટનાને પગલે લોકોમાં ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. જાેકે અમરોલી પોલીસે આ મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.