મોડાસા-

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે મોડાસા શહેરમાં રાજકીય પક્ષોના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ભારે દોડધામ કરી રહ્યા છે મોડાસા શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવતા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી તથા સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી તથા મનહરદાન ગઢવીના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકવામા આવ્યુ હતું જેમા આમ આદમી પાર્ટી ના અરવલ્લી જીલ્લા પ્રમુખ ડી બી ડામોર , ઉપપ્રમુખ ઉસ્માન લાલા તથા જિલ્લાના છ તાલૂકા પ્રમુખો તથા અન્ય હોદ્દેદારો તથા જીલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ આમ આદમી પાર્ટી ગુજરાતમા સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ તથા નગરપાલિકાઓની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવા જઇ રહી છે જેમા અરવલ્લી જીલ્લાની જીલ્લા પંચાયત તથા તાલૂકા પંચાયત , નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી ભાજપ કૉંગ્રેસ ની સામે વિકલ્પ પૂરો પાડવા કમર કસી છે.