લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ફેબ્રુઆરી 2021 |
4356
કપડવંજ-
કપડવંજના પંખીયા લાડવેલ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બાઈક સવાર ૩ યુવકોના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો અકસ્માતના સ્થળે પહોંચ્યો હતો. બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. રાત્રીના સમયે અકસ્માત થયો હતો. ત્રણે યુવાનો ચરણ નિકોલ ગામના હોવાની માહિતી મળી છે. આ અકસ્માત બાદ મૃતદેહને કપડવંજ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યા છે.