સર્વિસ રાઇફલથી આકસ્મિક ગોળી ચાલવાથી, એક જવાનનુ મોત

 દિલ્હી-

રામબન જિલ્લાના બનિહાલ વિસ્તારમાં, સેનાના જવાનનુ પોતાની જ સર્વિસ રાઇફલથી આકસ્મિક મોત નીપજ્યુ હતુ. હાલમાં જવાન આર્મી નેશનલ રાઇફલ સાથે આર કેન્દ્ર કેમ્પ બનિહાલ માં આ મહિને શરૂ થયેલ કેમ્પમાં તૈનાત હતો.

બનિહાલ ખાતે સ્થિત આર્મીના આર-સેન્ટર કેમ્પમાં આવેલા શિબિર માંથી અચાનક ગોળી ચાલવાનો આવાજ સંભળાયો. ગોળીનો અવાજ સાંભળીને બધા સૈનિકો તે છાવણી તરફ દોડી ગયા. શિબિરની અંદર પહોંચતા જ સૈનિકોએ, બેલ્ટ નંબર 2813700/27 ના લેદાગુંડી બાગલકોટ કર્ણાટકના જવાનને, જમીન પર લોહીથી લથપથ જોયો હતો. તેની સર્વિસ રાઇફલ પણ તેની પાસે જ પડી હતી. સૈનિકોએ તેને તાત્કાલિક ઉપાડી અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution