અમદાવાદ, તા.૧૫

વડોદરામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ૨.૩૫ કરોડની ચોરી કેસમાં અમદાવાદ ઝોન ૪ ન્ઝ્રમ્એ ૨ વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. સાળા બનેવીની ગેંગએ આ ચોરી કરી હતી. અનેક ગુના કરીને આંતક મચાવતા સાળા બનેવીની કહાની જાણી પોલીસ પણ નવાઇ પામી હતી. પોલીસ કસ્ટડીમાં જાેવા મળતો આરોપી મુકેશ પરમાર છે. જે કુખ્યાત ગુનેગાર મનોજ સિંધીનો સાગરીત છે. અને સંબંધમાં સાળા બનેવી છે.આ સાળા બનેવીની જાેડીએ વડોદરામાં ૨.૩૫ કરોડની ચોરી કરીને આંતક મચાવ્યો હતો. ૨ વર્ષ પહેલાં આ સાળા બનેવીની જાેડીએ વડોદરામાં ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું અને અમદાવાદથી વાહનો લઈને વડોદરા પહોંચ્યા હતા આરોપીઓએ વડોદરા ની આંગડિયા તેમજ સોની ની દુકાનોને ટાર્ગેટ કરી હતી. ૧૮ જૂન ૨૦૨૧ના રોજ આંગડિયા પેઢીનો કર્મચારી ગાડીમાં સોના ચાંદીના દાગીના લઈને નીકળ્યો ત્યારે આરોપી મનોજ અને મુકેશ તેમજ તેના સાગરીતોએ ડેકીમાંથી સોના ચાંદીના દાગીના ભરેલી ૨.૩૫ કરોડની બેગ ચોરી હતી. આ કેસમાં વોન્ટેડ આરોપીની ઝોન ૪ ન્ઝ્રમ્એ ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બનેવી મનોજ સિંધી ચોરી અને લૂંટ કરતો અને દાગીના વેચતો હતો. બાદમાં પૈસા આંગડિયા મારફતે સાળા ને મોકલતો હતો. વડોદરામાં થયેલી ચોરી કેસમાં પણ આરોપી મનોજ સિંધીએ ૭૬૦ ગ્રામ સોનુ વેચાણ કરી જેના રૂપિયા ૩૩ લાખ મેળવ્યા હતા. જેમાંથી ૨૭ લાખ રૂપિયા જુદા જુદા દિવસે ભુજથી આંગડિયા પેઢી મારફતે બાપુનગરના અલગ અલગ આંગડિયા પેઢીમાં મોકલ્યા હતા. આ કરોડોની ચોરી કેસમાં અગાઉ કુખ્યાત આરોપી મનોજ સિંધી સહિત ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી મુકેશ પરમાર બે વર્ષથી વોન્ટેડ હતો અને પોલીસથી બચવા ભાવનગર અમદાવાદ અને અન્ય શહેરોમાં છુપાઈને રહેતો હતો. નોંધનીય છે કે, નામદાર કોર્ટે તેની વિરુદ્ધ સીઆરપીસી ૭૦ મુજબનો ધરપકડ વોરંટ કર્યું હતું. ઝોન ૪ એલીસીબીને બાતમી મળતા જ આરોપીની ધરપકડ કરી છે.