/
રાત્રે મોડે સુધી જાગતાં તરૂણોમાં અસ્થમાનું જોખમ વધારે

તાજેતરના અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે જે તરુણો રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે મોડે સુધી સૂતા હોય તેમનામાં અસ્થમા અને એલર્જીની સમસ્યા વધુ જોવા મળે છે. આ અભ્યાસ ઇઆરજે ઓપન રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયો છે. 

શોધકર્તા અનુસાર, રાત્રે વહેલા સૂઇને બીજે દિવસે સવારે વહેલા ઉઠતા તરુણોની તુલનામાં રાત્રે મોડી સુધી જાગતા અને બીજે દિવસે સવારે મોડેથી ઉઠતા તરુણોમાં અસ્થમા અને એલર્જીની સમસ્યા 3 ગણી વધારે જોવા મળી છે. શોધકર્તા અનુસાર, અસ્થમાનાં લક્ષણોને શરીરની આંતરીક ઘડીયાળ સાથે જોડવામાં આવે છે. પરંતુ આ પહેલો એવો અભ્યાસ છે કે જેમાં એવું સાબિત થતું હોય કે બાળકોની ઉંઘમાં ખલેલ પડતાં અસ્થમાનું જોખમ વધતું હોય છે. આ અભ્યાસ 13 અથવા 14 વર્ષની ઉમરનાં 1684 ભારતીય તરુણો પર કરવામાં આવ્યો હતો. અભ્યાસ દરમિયાન દરેક તરુણોનાં ગળામાં ખારાશ, અસ્થમા અને નાક આવવા તથા છીંક જેવી એલર્જી અંગે પૂછવામાં આવ્યું હતું. સાથે જ તેમની ઊંઘની પ્રાથમિકતાને લઇને પૂછવામાં આવ્યું હતું. તરુણોનાં લક્ષણોને તેમની ઉંઘની પ્રાથમિકતા સાથે સરખામણી કરવામાં આવી અને અન્ય કારણો જોવામાં આવ્યા જે અસ્થમા અને એલર્જીને પ્રભાવિત કરે છે. 

તેમણે જોયું કે રાત્રે જલ્દી સૂતા તરુણોની તુલનામાં રાત્રે મોડેથી સૂતા તરુણોમાં અસ્થમા થવાની સંભાવના 3 ગણી વધારે હોય છે. શોધકર્તાઓએ જણાવ્યું કે, વિશ્વભરમાં બાળકો અને તરુણોમાં અસ્થમા અને એલર્જીની બિમારી સામાન્ય છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે. આ વૃધ્ધિ પાછળ પ્રદૂષણ, તંબાકુ અને ધુમાડાનાં સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતી હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution