આ દર્દીઓ માટે એરોબિક્સ એક્સરસાઇઝ ઉપયોગી સાબિત થશે

લોકસત્તા ડેસ્ક

નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાના ફાયદાઓ વિશે તો બધા જાણે જ છે. વજન ઘટાડવું હોય અથવા તો વજન વધારવું હોય, બીમારીઓથી દૂર રહેવું હોય અથવા તો મૂડ સારો બનાવવો હોય, શરીરની એનર્જી વધારવી હોય અથવા તો સારી ઊંઘ મેળવવી હોય, એક્સરસાઇઝ આ બધી વસ્તુઓમાં તમારી મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ જેવી ભૂલવાની બીમારીના દર્દી જો નિયમિત રીતે એક્સરસાઇઝ કરશે તો તેની મેમોરી લોસની પ્રક્રિયા ધીમી થઇ શકે છે.

એક નવા રિસર્ચનું માનીએ તો રેગ્યુલર એક્સરસાઇઝ ખાસકરીને એરોબિક એક્સરસાઇઝ કરવાથી ભૂલવાની બીમારી અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાના દર્દીઓમાં મેમોરી લોસ એટલે કે યાદશક્તિ ખોવાની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ મળી શકે છે. જર્નલ ઑફ અલ્ઝાઇમર્સ ડિસીસમાં તાજેતરમાં આ રિસર્ચને પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સ્ટડીમાં 96 વૃદ્ધ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ વૃદ્ધમાં ભૂલાઅની બીમારી અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના હળવાથી લઇને મધ્યમ શ્રેણી સુધીના લક્ષણ હતા.

6 મહિના સુધી નિયમિત રીતે એરોબિક્સ કરવાથી ફાયદો થાય છે

અભ્યાસકર્તાનું કહેવું છે કે, 'રિસર્ચના શરૂઆતના પરિણામ સંકેત આપે છે કે અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના દર્દીઓમાં યાદ રાખવાની ક્ષમતામાં પ્રાકૃતિક રીતે જે ઘટાડો થાય છે અથવા ફેરફાર આવે છે, તે પ્રક્રિયાને ધીમી કરી શકાય છે, જો દર્દી 6 મહીના સુધી સતત એરોબિક એક્સરસાઇઝ કરે તો. રિસર્ચના પરિણામ ઉત્સાહ વધારનારા છે અને આ ક્લિનિકલ યોગ્યતાને પ્રોત્સાહન આપે છે કે જેમાં અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાના દર્દીઓમાં એરોબિક એક્સરસાઇઝને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેમની અનુભૂતિ અને વિચારવા સમજવાની ક્ષમતાને મેઈન્ટેન રાખી શકાય.'

વધારાની થેરાપી તરીકે એરોબિક્સને યૂઝ કરી શકો છો

અમારા આ રિસર્ચ ટ્રાયલમાં જોવા મળ્યું છે કે અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાથી પીડિત વડિલોમાં એરોબિક એક્સરસાઇઝની કોઇ પણ સાઇડ ઈફેક્ટ જોવા મળતી નથી કારણ કે એરોબિક્સ એક પ્રકારની લો પ્રોફાઇલ એક્સરસાઇઝ છે. જેથી અલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાના દર્દીઓ માટે વધારાની થેરાપી તરીકે એરોબિક એક્સરસાઇઝનો ઉપયોગ કરી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution