અમદાવાદ-

ફાયર સેંફટી મુદ્દે હાઈકોર્ટએ રાજ્યસરકારની ઝાટકણી કાઢી હતી. મનપા પાસે જવાબ માગ્યા હતા જેને લઈને આજે અમદાવાદ કોર્પોરેશન ઘ્વારા 277 પાનાનું સોગંદનામું હાઇકોર્ટમા રજૂ કર્યું છે. કોર્પોરેશને ફાયર સેફટીનું એન.ઓ.સી. અને બી.યુ. ના હોય એવા તમામ બિલ્ડીંગના નામ જાહેર કર્યા છે. જેમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કરેલા સોગંદનામામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.અમદાવાદના લગભગ 50 ટકા જેટલા હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ હોવાનું ખુદ ચીફ ફાયર ઓફિસરે સોગંદનામાં જણાવ્યું છે.

અમદાવાદના 189 માંથી 38 પેટ્રોલ પંમ્પો માં ફાયર સેફટી ની noc નથી. અમદાવાદ ના 86 માંથી 37 મોલ, ઓડિટોરિયમ, મલ્ટીપ્લેક્ક્સ, સીનેમહોલ પાસે ફાયર સેફટી ની noc નથી.અમદાવાદ ની 1852 માંથી 374 હોસ્પિટલ, ક્લિનિક પાસે ફાયર સેફટી noc નથી, જેમાં 72 હોસ્પિટલ ક્લિનિક બંધ કરાયાં.અમદાવાદ ની 2524 સ્કૂલ બિલ્ડીંગસ માં થી 1353 જોડે ફાયર સેફિટ noc નહિ, 29 સ્કૂલો સીલ કરાઈ.અમદાવાદ ની 1268 કોમર્શિયલ બિલ્ડીંગસ માંથી 443 બિલ્ડીંગસ પાસે ફાયર noc નહિ.અમદાવાદમાં 1344 રેસિડેન્સીય કમ કોમર્શિયલ બિલ્ડીંગસ માંથી 663 માં ફાયર સેફટી ની noc નહિ. અમદાવાદ ના 3165 રહેણાંક માંથી 1876 બિલ્ડીંગ માં ફાયર સેફટી noc નહીં હોવાનું સોગંદનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફાયર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ઘણા કેટલા દિવસથી ચાલી રહી છે. જેને લઈને હાઇકોર્ટએ પણ રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. અને જે પણ જગ્યાઓ કે એકમો પાસે ફાયર સેંફટી નથી તેને સીલ કરવાંની કાર્યવાહી કરવામાં આવે તેવો ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસથી કોર્પોરેશન ઘ્વારા અલગ અલગ ઝોનમાં સિલિંગની કાર્યવાહી ચાલી રહી છે. છતાં પણ હજી આટલા એકમો પાસે ફાયર સેંફટી નથી તો કોર્પોરેશન અને ફાયર વિભાગ ઘ્વારા આ તમામ એકમો ને સીલ કરવામાં આવશે?