દિલ્હી બાદ જયપુરની ૩૫ શાળામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઃએજન્સીઓ એલર્ટ મોડ પર
જયપુર
જયપુરમાં ૩૫ શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આજે સવારે જયપુરની શાળાઓમાં દહેશતનો માહોલ જાેવા મળ્યો. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આજે સવારે જયપુરની શાળાઓના પ્રિન્સિપાલને ઇમેલ મોકલવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલને મળેલ ઇમેલમાં શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. શાળાઓને ધમકીભર્યા ઇમેલની તપાસ થઈ રહી છે તેમજ બોમ્બથી ઉડાડવાની માહિતી મળતાં જ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે તમામ શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ધમકીની માહિતી મળતા સૌ પ્રથમ શાળાઓમાંથી બાળકો અને શૈક્ષણિક સ્ટાફને દૂર કરવામાં આવ્યો. બાદમાં પોલીસ પોતાની ટીમ સાથે ડોગ સ્કવોડની મદદથી બોમ્બની તપાસ કરી રહી છે. પોલીસ ધમકી મોકલનાર ઇમેલ કઈ વ્યક્તિ દ્વારા આવ્યો છે તેમજ તેનો શું ઉદેશ્ય છે તેવા સમગ્ર મામલે તપાસ કરી રહી છે.જયપુરમાં પ્રથમ વખત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. તે પણ આવા સમયે આવ્યો છે. જેમાં ૭૧ લોકોના કરૂણ મોત થયા હતા. આવી સ્થિતિમાં પોલીસ અને અન્ય એજન્સીઓ એલર્ટ મોડ પર છે. દેશમાં ચૂંટણી માહોલ છે ત્યારે લોકોમાં ડર ફેલાવવા આતંકવાદીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીની માહિતી મુજબ જયપુરની ત્રણથી ચાર જાણીતી શાળાઓમાં બોમ્બની ધમકીઓ મોકલવાનો મામલો સામે આવ્યો છે
Loading ...