ઊહાપોહ થયા બાદ સી પ્લેનનું ભાડું ઘટાડી રૂા.૧૫૦૦ કરાયું
29, ઓક્ટોબર 2020 594   |  

રાજપીપળા : વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આગામી ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે, એ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ સહિત અન્ય પ્રોજેક્ટોની સાથે “સી” પ્લેનનું પણ ઉદ્‌ઘાટન કરવાના છે.અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે.તેના પછી મુસાફરોના પ્રતિસાદના આધારે ઉડ્ડયનની સંખ્યા વધારવામાં આવશે. અગાઉ કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ સુધીનું “સી” પ્લેનનું ભાડું ૪,૮૦૦ નક્કી કરવામાં આવ્યું હતું.આટલા વધુ ભાડા અંગે ઉહાપોહ થતા સરકારની મળેલી બેઠકમાં મુસાફરોને આકર્ષવા માટે “સી” ભાડું ઘટાડીને ૧૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે.હવે સામાન્ય માણસ પણ “સી” પ્લેનમાં સફર કરી શકશે.સ્પાઈસ જેટનું “સી” પ્લેન દિવસમાં ૨ ઉડાન ભરશે.”સી” પ્લેન માટે ૩૦ મી ઓક્ટોબરથી બુકીંગ કરી શકાશે, “સી” પ્લેનના બુકીંગ www.spiceshuttle.com વેબ સાઈટ પરથી થઈ શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution