મેલબર્ન,

ભારતમાં બેન થઈ ચૂકેલ ચીની એપ ટિકટોક પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં હવે ટિકટોક બેન કરવાની માગ વધી રહી છે અને સંસદીય કમિટિ બેન પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ઓસ્ટ્રેલિયા અને ચીનમાં તણાવ ખૂબ જ વધી ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા અને યૂઝર્સના ડેટાને ચીનની સાથે શેર કરવાના મુદ્દા પર ઓસ્ટ્રેલિયામાં ટિકટોક બેન થઈ શકે છે. ચીની એપ ટિકટોકના ઓસ્ટ્રેલિયામાં ૧૬ લાખથી પણ વધારે યૂઝર્સ છે.

ઓસ્ટ્રેલિયાના એક સાંસદે ટિકટોક બેન કરવાની યોજના શેર કરી છે. ઓસ્ટ્રેલિયામાં તે પણ કહેવામાં આવી રહ્યુ છે કે, યૂઝર્સ ડેટાને ચીની સર્વર પર નાખવાથી ખતરો થઈ શકે છે. ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના એક સાંસદે કહ્યુ કે, તેમના દેશમાં ટિકટોક રડાર પર આવી ચુક્યુ છે. તેમણે કહ્યુ કે, તેને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી માટે ડેટા એકઠા કરવાના ટૂલ પર જાવુ જાઈએ.

હેરાલ્ડ સન સાથે વાતચીત કરતા ઓસ્ટ્રેલિયાના સાંસદે જણાવ્યુ કે, હજુ ઘણા સાંસદ એપ બેન કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, ટિકટોક ચીની મેસેજિંગ એપ વીચેટથી પણ મોટો ખતરો હોઈ શકે છે. સીનેટર જેની મેકએલિસ્ટરએ કહ્યુ છે કે, ટિકટોક કંપનીના વરિષ્ઠ અધિકારીને સીનેટ ઈન્ક્‌વાયરી માટે ઉપસ્થિત થવુ જાઈએ. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટજિક પોલિસી ઈંસ્ટીટ્યૂના એક્સપર્ટ ફર્ગસ રયાને કહ્યુ કે, ટિકટોક પૂર્ણ રીતે પ્રોપેગેંડા અને માસ સર્વિલાંસ માટે છે. તેમણે કહ્યુ કે, ચીનની વિરુદ્ધ આપવામાં વિચારને એપ સેંસર કહેવામાં આવે છે અને આ બીજિંગને સીધી સૂચના મોકલી શકે છે.