મુંબઈ-

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રથમ મેડલ જીતનાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ મુંબઈમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સલમાન ખાને મીરા સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં સલમાન ખાન મીરાબાઈ સાથે હરણનું મફલર પહેરેલું જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતાં અભિનેતાએ લખ્યું, “સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ, હું તમારા માટે ખૂબ જ ખુશ છું, તમને મળીને આનંદ થયો. તમને આગળના જીવન માટે શુભકામનાઓ.” સલમાન ખાનની આ ખાસ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મીરાબાઈ ચાનુ હાલમાં મુંબઈમાં છે. તે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પણ મળી હતી. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ અનેક મોટા શોમાં મહેમાન તરીકે જોવા મળશે. તે સતત બોલિવૂડ અને રમતગમતની દુનિયા સાથે જોડાયેલા તમામ સ્ટાર્સને મળી રહી છે. સલમાન ખાન ટ્રોલ હવે અભિનેતા સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથે શેર કરેલો ફોટાને લઈને ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. મીરાએ અભિનેતાને એક મફલર ભેટ આપ્યું હતું, ફોટોમાં સલમાન ખાન તેને પહેરેલા જોઈ શકીએ છીએ. પરંતુ આ મફલર પર એક હરણ છે. જેના માટે અભિનેતા ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે.