દિલ્હી–

દેશમાં પેટ્રોલ ડિઝલના ભઆવ ભળકે બળી રહ્યા છે, ત્યારે હવે સામાન્ય માણસો પર વધુ એક ભાર આવી પડ્યો છે, ગરિબોની કસ્તુપરી ગણાતી ડુંગળીના ભાવ વધ્યા છે, જે માર્કેટમાં 45 થૂ 50 રુપિયે કિલો વેચાઈ રહી છે જેને લઈને ફરી ડુંગળી બધાને રડાવે તો નવાઈની વાત નહી હોય. આવતા મહિનામાં આ ભાવ ઘટવાની શક્યતાો સેવાી રહી છે, પરંતુ અત્યારે તો સામાન્ય જનતાએ 50ના ભાવની ડુંગળી ખરીદીને ખાવાનો વનારો આવ્યો છે,ડુંગળીના ભાવમાં અચાનક વધારો થવાનું કારણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદને માનવામાં આવી રહ્યું છે, કમોસમી વરસાદથી ખેડૂતોના ડુંગળીના પાકને મોટે પાયે નુકશાન થયું છે જેથી ફરી એક વખત ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

એશિયાની સૌથી મોટી માર્કેટિંગ યાર્ડ લાસલગામમાં ડુંગળીની કિંમત 4 હજાર 200 રૂપિયા પ્રતિ કવીન્ટલને આંબી ગઈ છે જેનું કારણ માર્કેટમાં ડુંગળીની આવક ઓછી આવતી હોવાનું મનાઈ રહ્યું છે,ખેડૂતોના પાકને નુકશાન થવાથી માર્કેટમાં ડુંગળી પ્રમાણ ઘટ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશની રાજધાનીમાં આ ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. હવે તેની કિંમત 50 રૂપિયા કિલોથી લઈને 70 80 રપિયા સુધી પહંચી છે, જયારે 30 જાન્યુઆરીના રોજ ડુંગળીનો ભાવ 39 રૂપિયા પ્રતિ કિલો હતો. જો કે આ સમયગાળઆ પહેલા માત્ર ડુંગળીનો ભાવ 20થી 25 રૂપિયા જોવા મળ્યો હતોબીજી તરફ અનેક નાની નાની માર્કેટ અને દુકાનોમાં તો ડુંગળીના ભાવ 70 થી 80 રપિયે પહોંચ્યા છે.