દિલ્હી-

દિલ્હી વિધાનસભામાં ન્ય્ના અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે તેઓ દિલ્હીમાં રામરાજ્યની અવધારણા લાગૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં એક ભવ્ય રામમંદિર બનવા જઈ રહ્યું છે જ્યારે આ મંદિર બની જશે ત્યારે તેઓ દિલ્હીના તમામ વડિલો(વૃદ્ધો)ને ફ્રીમાં અયોધ્યામાં રામમંદિરના દર્શન કરાવવા લઈ જશે. કેજરીવાલે કહ્યું કે, હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું. અમે જનતાની સેવા માટે રામરાજ્યની સંકલ્પનાથી પ્રેરિત થઈને ૧૦ સિદ્ધાંતોનું પાલન કરતા આવ્યા છીએ. અમે જે સિદ્ધાંતોનું પાલન કરી રહ્યાં છીએ તેમાં ભોજન, આરોગ્ય, મહિલા સુરક્ષા, વૃદ્ધોને સમ્માન આપવું વગેરે સામેલ છે.

તેમણે કહ્યું કે, પ્રભુ શ્રીરામ આપણા સૌના આરાધ્ય છે. હું વ્યક્તિગતરીકે હનુમાનજીનો ભક્ત છું અને હનુમાનજી શ્રીરામજીના ભક્ત છે. આ રીતે હું બંન્નેનો ભક્ત છું. પ્રભુ શ્રીરામ અયોધ્યાના રાજા હતા. તેમના શાસનકાળમાં તમામ લોકો સુખી હતા. કોઈને કોઈ પ્રકારનું દુઃખ નહોતું. તેથી તેને રામરાજ્ય કહેવામાં આવ્યું. રામરાજ્ય એક અવધારણા છે. રામરાજ્યની એ અવધારણાને દિલ્હીમાં સાફ નિયત સાથે લાગૂ કરવા માટે છેલ્લા ૬ વર્ષમાં અમે પ્રયાસરત છીએ.