યુદ્ધવિરામ થતાં હવે વિદેશમંત્રી એસ. જયશંકર મોરેશિયસના પોર્ટ લુઈસ પહોંચ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   2079

ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા જાેખમાય નહીં તે માટે કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઊર્જા મંત્રી હરદીપ સિંહ પુરી પશ્ચિમ એશિયાના મહત્વના દેશોની મુલાકાતે રવાના થયા છે.

વિદેશ મંત્રી એસ. જયશંકર ગુરુવારે મોરેશિયસના પોર્ટ લુઈસ પહોંચ્યા છે. તેઓ ત્યાં ૯મી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સમાં ભાગ લેશે. બે દિવસીય આ મુલાકાત દરમિયાન તેઓ હિંદ મહાસાગરના દેશો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેલ અને ગેસના પુરવઠામાં કોઈ અવરોધ ન આવે તે માટે ભારત વ્યૂહાત્મક પગલાં ભરી રહ્યું છે. હરદીપ સિંહ પુરી તેલ ઉત્પાદક દેશો સાથે વાતચીત કરીને ભારત માટે ઊર્જા સ્થિરતા સુનિશ્ચિત કરશે.

જાેકે અત્યારે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ છે, પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે. હોર્મુઝની સામુદ્રધુની દ્વારા વ્યાપારી જહાજાેની સુરક્ષિત અવરજવર એ ભારત માટે અત્યંત મહત્વની છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ માર્ગે આયાત કરે છે.

ભારત આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે સતત મુત્સદ્દીગીરી અને સંવાદની હિમાયત કરી રહ્યું છે. મોરેશિયસમાં યોજાનારી કોન્ફરન્સમાં પણ સમુદ્રી સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા મુખ્ય મુદ્દાઓ રહેશે દરમિયાનમાં સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ઊર્જા મંત્રી હરદીપ પુરી કતાર જવા રવાના થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution