/
CBSE ના નિર્ણય બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ પણ વિચારણા શરૂ કરી, CBSEના માર્ગે જશે ગુજરાત બોર્ડ ?

ગાંધીનગર-

કેન્દ્રીય શિક્ષણ અને ગુજરાત શિક્ષણ બોર્ડ ની પરીક્ષા પદ્ધતિ અને શિક્ષણ પદ્ધતિની જો વાત કરવામાં આવે તો CBSE-કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાં બે સેમેસ્ટરમાં શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં સેમેસ્ટર સિસ્ટમ ન હોવાના કારણે ગુજરાતમાં બેઠક તબક્કામાં કઈ રીતે પરીક્ષા યોજવી તે બાબતે રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડ દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. જ્યારે કેન્દ્રીય શિક્ષણ બોર્ડ સેમેસ્ટર સિસ્ટમમાં અભ્યાસક્રમ હોવાથી બે અલગ અલગ તબક્કામાં પરીક્ષા યોજી શકે છે. પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડમાં સેમેસ્ટર સિસ્ટમ ન હોવાથી અંતિમ સમયે માર્ચ મહિનામાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

શિક્ષણ બોર્ડ દ્વારા CBSE ની જેમ ધોરણ 10 અને 12માં બે તબક્કામાં પરીક્ષા યોજવા માટે વિચારણા કરીને એક ખાસ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવશે. જે પ્રેઝન્ટેશન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ બતાવવામાં આવશે. ત્યાર બાદ આખરી નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગુજરાતમાં બે તબક્કામાં પરીક્ષા યોજવી કે નહીં તે અંગેનો આખરી નિર્ણય કરશે. CBSE દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ બે તબક્કામાં યોજાય છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ તેવી રીતે પરીક્ષા યોજવાની વિચારણાઓ શરૂ કરવામાં આવી છે. જોકે ગુજરાત શિક્ષણ બોર્ડમાં અભ્યાસક્રમ તથા શિક્ષણની પદ્ધતિ અલગ અલગ હોવાના કારણે ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં કઈ રીતે બોર્ડની પરીક્ષા યોજવી તે અંગેની વિચારણા શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution