રાજકોટ-

રાજકોટમાં કોરોના કાળો કહેર વર્તાઈ રહ્યો છે. છેલ્લાં ૪૪ કલાકમાં ૭૬ દર્દીના મોત નિપજ્યા છે. તમામ દર્દીના કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. જાેકે, એક તરફ વેપારીઓ જ્યાં સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. ત્યાં હવે કોલેજાે પણ વેકેશન તરફ વળી છે. કોરોનાના કહેરને જાેતા રાજ્ય સરકારે શાળાઓમાં તો વેકેશન જાહેર કરી દીધું છે, પરંતુ હવે યુનિવર્સિટી અને કોલેજાે પણ વેકેશનના ર્નિણયો લઈ રહી છે. આવામાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેકેશન જાહેર કર્યું છે. સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા વેકેશન બાદ લેવાનો ર્નિણય કરાયો છે. આગામી ૫ જૂન સુધી યુનિવર્સિટીના ભવનો અને કોલેજાેમાં વેકેશન જાહેર કરાયું છે. કોરોના કાળથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર રફેદફે થઈ ગયું છે. એકેડેમિક કેલેન્ડર મુજબ દ્વિતીય સત્ર ૨૪ મેના રોજ પૂર્ણ થવાનું હતું. પરંતુ વધતા જતા કોરોના સંક્રમણને જાેતા હાલ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.