અમદાવાદ-

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર છબરડો સામે આવ્યો છે. આ વખતે ઓનલાઇન પરીક્ષાના વિકલ્પ પસંદગીમાં છબરડો થયો છે. BSC સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વિકલ્પ ન મુકાયો. જેથી BSC સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન હોવાથી વિદ્યાર્થઓ અટવાયા હતા. ઓફલાઇન પરીક્ષા ફોર્મ ભરવા 21 ડિસેમ્બર છેલ્લો દિવસ છે. ત્યારે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ ન આપતા વિદ્યાર્થીઓને ફરજિયાત ઓફલાઇન પરીક્ષા આપવી પડશે. જોકે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવા NSUIએ માગ કરી છે.