અમદાવાદ-

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ જેનું કુલનાયકપદ શોભાવેલ છે તે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. ખીમાણી તા.1 જાન્યુ.ના આ નવા હોદાનો ચાર્જ સંભાળનાર છે.

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયકની પસંદગી માટે સર્ચ કમીટી દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રણ નામ પૈકીના ડો. રાજેન્દ્ર ખીમાણીના નામ પર ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળ દ્વારા મંજુરીની મહોર મારી દેવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલનાયક રાજકોટના ડો. અનામિક શાહની ટર્મ આગામી તા.31 ડીસેમ્બરના પૂર્ણ થઈ રહી છે. શાહને કુલનાયક પદ માટે બે ટર્મ મળી હતી અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ડો.ખીમાણી ગુજરાત વિદ્યાપીઠના રજીસ્ટ્રાર તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત રહ્યા છે તેમની સામે કેટલાક પ્રશ્નોને લઈ ફરિયાદો ઉઠતી રહી છે. ખીમાણીની હવે વિદ્યાપીઠના નવ કુલનાયક તરીકે પસંદગી કરાતા તેઓ આગામી તા.1થી આ નવા હોદાનો કાર્યભાર સંભાળનાર છે.