રાજકોટ-
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. રાજકોટ મુખ્યમંત્રી રૂપાણીની કર્મભૂમિ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૭૨ માંથી ૬૮ બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલતાં ખુદ મુખ્યમંત્રી આભાર માનવા માટે રાજકોટ ઉપસ્થિત રહેશે. આ એક ઐતિહાસિક જીત બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણીની હાજરીમાં આજે રાજકોટમાં બહુમાળી ભવન પાસે સાંજે ૫-૩૦ કલાકે અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ઉપસ્થિત રહી અને રાજકોટની પ્રજાનો આભાર માનશે.
Loading ...