બિગ બોસ જીત્યા બાદ રુબીના અને અભિનવ ફરી કરશે લગ્ન, અહીં હશે ડેસ્ટિનેશન વેડિંગ 

મુંબઇ

143 દિવસની સ્પર્ધા બાદ, બિગ બોસ 14નો અંત આવ્યો છે, સાથે જ રુબિના દિલૈકને સીઝનના વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. બિગ બોસ જીત્યા બાદ 'શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી'ની એક્ટ્રેસે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તે હાલ નવમા આસમાને છે. 'હું અત્યંત આનંદમાં છું. હું હંમેશાથી અહીંયા પહોંચવા માગતી હતી. તે એક સ્વપ્ન હતું. પરંતુ જીતની ખુશીથી તરબોળ થવાનું હજુ બાકી છે. કહેવાય છે ને, બધો નસીબનો ખેલ છે. કદાચ, મારા માટે આ જ લખ્યું હતું. મારી મુસાફરી અકલ્પનીય રહી. જ્યાં મને મારી જાતને શોધવામાં મદદ મળી'.


રુબિનાનો પતિ અને કો-કન્ટેસ્ટન્ટ અભિનવ શુક્લા પણ ફિનાલેમાં હાજર રહ્યો હતો અને લેડી લવને ચીયર કર્યું હતું. તેમના રિ-યુનિયન વિશે વાત કરતાં રુબિનાએ કહ્યું કે, 'અભિનવના સપોર્ટે મને મજબૂત બનાવ્યો. જ્યારે હું શો જીતી ત્યારે મને અભિનંદ આપ્યા, અમે હગ કર્યું અને કિસ પણ કરી. ત્યાં તે મારી સાથે હતો તે વાત મને ગમી. હવે હું ડેસ્ટિનેશન વેડિંગ વિશે વિચારી રહી છું. બીજા લગ્ન જરૂરથી થવાના છે અને જીવનભરની મુસાફરી શરુ થવાની છે. જેનું વચન અમે એકબીજાને શોમાં આપ્યું હતું'.

રુબિનાએ કહ્યું કે, 'શોમાં જે પ્રકારના પડકારોનો અમે સામનો કર્યો તેનાથી અમારા સંબંધો મજબૂત બન્યા. બહારની દુનિયામાં, તમારી પાસે ઘણી ચોઈસ હોય છે અને તમે ભાગી શકો છો. પરંતુ જ્યારે તમે ઘરમાં કેદ હો ત્યારે તમારી પાસે કોઈ ચોઈસ હોતી નથી. તમે ઝઘડો અથવા ફ્લાઈટ કરીને ઘરે જતા રહો. અમે પડકારોનો સામનો કરવાનું નક્કી કર્યું અને અમારા જાત માટે તે જીત્યા. બદલામાં, અમારા સંબંધો અને બોન્ડિંગ મજબૂત બન્યા'.

વિનર જાહેર થયાના એક કલાક બાદ રુબિનાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સેશન કર્યું હતું. જેમા તેણે ફેન્સનો આભાર માન્યો હતો. વીડિયોમાં તેના હાથમાં બિગ બોસની ટ્રોફી જોવા મળી અને તેને તેણે 'ત્રીજી આંખ' કહી. લાઈવ વીડિયોમાં રુબિનાએ કહ્યું કે, 'આભાર. હું મારી ત્રીજી આંખ સાથે બહાર થઈ છું. આ મારા ફેન્સ અને ફોલોઅર્સ માટે ઈન્સ્ટા લાઈવ છે. તમારા બધાના પ્રેમ માટે આભાર. હું બિગ બોસ 14ની વિનર બની ગઈ છું. મારે પાસે શેર કરવા માટે ઘણું છે. જેમણે મારા પર પ્રેમ વરસાવ્યો તે તમામનો આભાર માનું છું'.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution