અમદાવાદ-

રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, પરંતુ સૌથી રસાકસીનો જંગ સુરતમાં જામ્યો છે. અહીં પહેલીવાર મનપા ચૂંટણીમાં ઉતરેલી આપના ઝાડુંએ મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને હંફાવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો ભાજપ હાલ 59 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસને ખાતું ખોલવાના પણ ફાંફા પડી રહ્યાં છે. પાટીદારોએ કોંગ્રેસના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 22 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ભાજપ 59 અને કોંગ્રેસ 04 બેઠક પર આગળ, ત્યારે AAPને 17 બેઠકો મળી છે. સુરતમાં અંદાજે બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડાયમંડ સિટી તરીકે ઓળખતા સુરતના કોર્પોરેશનની કમાન કોને મળશે તે ટૂંક સમયમાં જ નક્કી થઇ થશે. આ વખતે સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં NVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે.