વડોદરા,તા.૨૬  

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના દાંડિયા બજાર સ્થિત કાર્યાલય ખાતે કોંગ્રેસના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલને કોંગીજનો દ્વારા ભાવપૂર્વક અશ્રુભીની આંખે પુષ્પાનજલી અર્પવામાં આવી હતી. કોરોનાની મહામારીને લઈને સમગ્ર રાજ્યના તમામ કોંગ્રેસ કાર્યાલયો ખાતે તેઓને શ્રધ્ધાંજલી અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વડોદરા ખાતે પણ અહેમદ પટેલને કોંગ્રેસ કાર્યાલયમાં રામધૂન સાથે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ સમારોહમાં સવડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ, પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ-ભથ્થું, સિનિયર કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરી ઉપરાંત વડોદરા પાલિકાના કોંગ્રેસના કાઉન્સિલરો, શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કોંગીજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે રામધૂન સાથે પ્રાર્થના સભા રાખવામાં

આવી હતી.

અહેમદ પટેલની અંતિમક્રિયામાં કોરોના વાઇરસની મહામારીમાં મોટી સંખ્યામાં લોકો ના જોડાઈને કોંગ્રેસના રાજ્યભરના તમામ શહેર જિલ્લા મથકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી.