15, ડિસેમ્બર 2020
693 |
અમદાવાદ-
અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલા રામપીરના ટેકરા પર નરસિંગ સોસાયટી પાસે આજે સવારે ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં એક વ્યક્તિ નીચે દબાયો હતો. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. દટાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં તેની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
શહેરના જુના વાડજમાં ભેખડ ધસી પડતાં એક મજૂરનું મોત થયું છે. રામાપીરના ટેકરા પર નર્સિંગ સોસાટી પાસે પાઇપલાઇન નાંખવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં મજૂર 10 ફૂટ અંદર દટાયો હતો. આ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયરની ટીમે ભારે મહેનત બાદ મજૂરને બહાર કાઢ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, અહીં હાજર ડોક્ટરો દ્વારા મજૂરને મૃત જાહેર કરાયો હતો. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં એની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.