અમદાવાદ-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળવાની છે. કોરોનાના કારણે અત્યાર સુધી મિટિંગ ઓનલાઈન થતી હતી. પરંતુ આવતીકાલે સામાન્ય સભા ટાગોર હોલમાં મળવા જઈએ રહી છે. સભામાં ઉપસ્થિત રહેનાર તમામે કોરોના રિપોર્ટ ફરજીયાત કરાવવા માટે તમામ કોર્પોરેટરને સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે .ગઈકાલે દંડક સહિત 65 કાઉન્સિલરો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને આજે બાકી રહેલા 125 જેટલા કાઉન્સિલરો ટેસ્ટ કરાવ્યા છે. 

મેયર બિજલબેન પટેલ પણ કોરોનાના રિપોર્ટ કરાવ્યો છે. તેમજ મેયર બિજલબેન પટેલે ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, સામાન્ય સભા મળે તે પહેલાં તમામ કાઉન્સિલરો કોરોના ટેસ્ટ કરાવવાનો છે. પોઝિટિવ આવશે તે લોકોએ ઓનલાઈન હાજરી આપવાની રહેશે. આ સાથે સભામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહશે. અમદાવાદના પૂર્વ મેયર અને નારણપુરાના કોરપોરેટર ગૌતમ શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થયા છે. જોકે, આજે મોડી રાત સુધીમાં મેયર સહિત તમામના રિપોર્ટ આવી જશે.જેનો રિપોર્ટ નેગેટિવ હશે તે જ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે.