અમદાવાદ-

અમદાવાદમાં મોડી રાત્રે શિવરંજની ચાર રસ્તા પાસે એક મોટી દુર્ઘટના થઈ છે. શિવરંજની ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિટ એન્ડ રનની ઘટના બાદ કારચાલક સહિત ૪ લોકો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટના બનતા લોકો લોકોની ભીડ જામી હતી અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે શહેરના શિવરંજની પાસે આવેલા બીમાનગર પાસે ફૂટપાથ પર બાંધેલા ઝુંપડામાં સોમવારે મોડીરાત્રે લોકો સૂઈ રહ્યા હતા. ત્યારે ૨ કાર વચ્ચે એક રેસ લાગી હતી. કારમાં કુલ ૪ લોકો સવાર હતા. ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરે કારના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા મોડી રાત્રે કાળ બનીને આવેલી ૈ૨૦ કાર ફૂટપાથ પર બાંધેલા લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. કારે મહિલાને કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કારમાં ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. વેન્ટો કાર અને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળતા સૂતેલા લોકોને કચડી માર્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ માલેતુજાર કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિવરંજની પાસે ફૂટપાથ પર ઝુંપડું બાંધીને રહેતા લોકોને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. પરંતુ જાેતજાેતામાં મોડી રાત્રે કાળ બનીને આવેલી ૈ૨૦ કાર આ લોકો પર ફરી વળી હતી. આ ઘટનામાં સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી ફરી એકવાર વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસની યાદ તાજી થઈ છે. માલેતુજાર પરિવારના નબીરાઓએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર મોતને દસ્તક આપી છે. નબીરાઓના રેસ કરવાના શોખે શ્રમજીવી પરિવારને કચડી નાંખ્યો છે. માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું.