લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
2178
અમદાવાદમાં નશાનો વેપલો વકરી રહ્યો છે.. રોજેરોજ પોલીસ ડ્રગ્સ સાથે નશાનો વેપલો કરતા લોકોને ઝડપી રહી છે. ત્યારે આજે ૫૨.૪૧૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ.૧,૫૭,૨૩૦/- ના જથ્થા સાથે બે ઇસમોને બહેરામપુરા, સંતોષનગર ચાર માળી પાસેના ખુલ્લા મેદાનમાંથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે.અમદાવાદ શહેર બહેરામપુરા, સંતોષનગર ચાર માળીયાની સામે ખુલ્લા મેદાનમાં અલમો ડાયટેક્ષ કંપનીની દિવાલ પાસે જાહેરમાંથી બાતમી હકીકત આધારે રેઇડ કરી આરોપી હસમુખ જેસીંગભાઈ સરગરા તથા મનિષ રમણલાલ સરગરાને પાસ પરમીટ વગરના ગેરકાયદેસરના બિન અધિકૃત મેફેડ્રોન ૫૨.૪૧૦ ગ્રામ કિંમત રૂ.૧,૫૭,૨૩૦/-સાથે પકડવામાં આવેલ હતા. પકડાયેલ આરોપીઓ તથા મેફેડ્રોનનો જથ્થો પુરો પાડનાર વિરૂધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૫૧.૪૧૦ ગ્રામ મેફેડ્રોન કિંમત રૂ.૧,૫૭,૨૩૦/-, મોબાઇલ ફોન નંગ-૩ કિંમત રૂ.૧૫,૦૦૦/- રોકડા નાંણા રૂ.૬,૦૦૦/ અનવે વાહન તેમજ( પોકેટ વજન અને ) ખાલી ઝીપર બેગ સહિત પોણા બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે હસમુખ જેસીંગભાઈ સરગરા ઉ.વ.૨૭, રહે. સંતોષનગરના છાપરા, સંતોષનગર પોલીસ ચોકી પાસે, રામ રહિમનો ટેકરો, બહેરામપુરા, અમદાવાદ શહેર. મુળ વતન ગામ. ધારના, દેવપુરા, તા, સિવાના, જી. બાડમેર, રાજસ્થાન અને મનિષ રમણલાલ સરગરા ઉ.વ.૨૬, રહે. સંતોષનગરના છાપરા, સંતોષનગર પોલીસ ચોકી પાસે, રામ રહિમનો ટેકરો, બહેરામપુરા, અમદાવાદ શહેર. મુળ વતન ગામ. ધારના, દેવપુરા, તા, સિવાના, જી. બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડીને કાયદેરસની કાર્યવાહી હાથ ધરી છે.