અમદાવાદ: વૃદ્ધ દંપતીના હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યામાં વાપરેલુ હથિયાર અને 2 બાઇક પકડાયા

અમદાવાદ-

થલતેજના હેબતપુર રોડ ખાતેના શાંતિ પેલેસ બંગલોઝમાં સિનિયર સિટીઝન કપલની હત્યા અને લૂંટના મામલે ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં બે આરોપીને મધ્યપ્રદેશના ભીંડથી ઝડપી લીધા છે અને બીજા બે આરોપીઓની ગ્વાલિયરથી ધરપકડ કરી છે. અને એક આરોપીને અમદાવાદથી ધરપકડ કરી લીધી છે, અમદાવાદનો આરોપી જ વૃદ્ધ દંપત્તિના મકાનમાં ફર્નીચરનું કામ કરનારો નીકળ્યો, તે આખાય ઘટનાક્રમનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો. ચારે આરોપીઓ હત્યા અને લૂંટની ઘટના બાદ વતન ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમો તેની પાછળ તેના વતન ગયા અને બદલામાં ચારેય આરોપીઓને ઝડપી લીધા. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ભીંડ જિલ્લાના માહેગાંવ વિસ્તારના અન્ય વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એકને અમદાવાદના જનતાનગરથી પકડવામાં આવ્યો છે. આરોપીને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમ મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી છે.

શાંતિ પેલેસમાં રહેતા અશોકભાઇ અને જ્યોત્સનાબેનનાં બંગલામાં ઘૂસેલા ચાર લૂંટારૂઓએ ગળું કાપીને હત્યા કર્યા બાદ ઘરમાંથી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. હત્યારાઓને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમોએ 200 થી વધુ સીસીટીવી ચેકિંગ હાથ ધરી હતી, જેમાં આરોપીની ઓળખ કરવામાં આવી હતી. અશોકભાઇ અને જ્યોત્સનાબેનને માર્યા બાદ ચારેય આરોપીઓ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના ગિજોરા ભાગી ગયા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝીણામાં ઝીણી બારીકાઈથી આ સમગ્ર મામલે તપાસ કરવાની શરુઆત કરી હતી, જેમાં બંગલામાં ફર્નીચરનું કામકરતા મિસ્ત્રીની ઉલટ તપાસ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેની સુચનાના આધારે ક્રાઇમ બ્રાંચની 3 થી 4 ટીમો ગિજોરા પહોંચી હતી. જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીને પકડવા વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં રવિવારે રાત્રે આરોપીમાંથી એકને પોલીસે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીએ પોલીસને આપેલી માહિતીના આધારે પોલીસે અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution