અમદાવાદ: રાજકોટની યુવતી સાથે નોકરી આપવાનું કહીને નરાધમોએ આચર્યું દુષ્કર્મ
06, નવેમ્બર 2020 1188   |  

અમદાવાદ-

દેશભરમાં મહિલા પર થઈ રહેલા દુષ્કર્મના કેસમાં વધારો થઈ રહ્યો છે, થોડા દિવસો અગાઉ જ સરદારનગર વિસ્તારમાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, ત્યારે હવે બીજો એક સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની 21 વર્ષીય યુવતીએ અમદાવાદમાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી સાથે 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. યુવતી મૂળ રાજકોટની છે અને નોકરીની તલાશમાં હતી, ત્યારે 5 વ્યકિતઓએ ભેગાં મળીને કાવતરું રચીને યુવતીને ઓનલાઇન અરજી રિકવેસ્ટ મોકલી અમદાવાદ બોલાવી હતી. જે બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ 5 શખ્સોએ યુવતીને બોલાવીને એક હોટલમાં રોકી રાખી હતી. જે બાદમાં દરરોજ તેની સાથેે સામૂહિક દુષ્કર્મ કરતા હતા. જે બાદમાં અલગ અલગ મકાનમાં પણ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુંં હતું. ગાડીમાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીને ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ થતાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી પ્રજ્ઞેશ પટેલ, જીતેન્દ્ર પૂરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ, નીલમ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ બ્રાન્ચ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution