અમદાવાદ-

અમદાવાદ શહેરના શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પોટલીયા ચાર રસ્તા પાસે જજ સાહેબની ગલીમાં એક મહિલા બુટલેગર દેશી દારૂનો ધંધો કરી રહી છે તેવી બાતમીના આધારે તેને ત્યાં રેડ કરીને દેશી દારુ ઝાડપી લેવામાં આવ્યો છે. અને તેની સામે કેસ પણ કરવામાં આવ્યો, જ્યારે લોકોએ મહિલાને દારૂનો ધંધો બંધ કરવાની જાણ કરી ત્યારે તેણીએ જણાવ્યું કે, ભલે મારી હત્યા થઈ જતી હોય પરનું દારૂનો ધંધો તો કરવામાં આવશે જ, આમ પોલીસના વહીવટદારો ની રહેમ નજર નીચે દારૂનો અને જુગારનો ધંધો કરતા લોકો જાણે કે છાકટા બન્યા હોય તેમ લોકોને ધમકીઓ આપીને બેરોકટોક પોતાનો ધંધો ચલાવે રાખે છે. આમ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા કેટલાય બુટલેગરોને દારુ સાથે અમદાવાદની PCB પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.

ગાંધીના ગુજરાતમાં છાશવારે ને છાશવારે દારુ ઝડપાતો રહેતો હોય છે, ક્યારેક દારૂની ખેપ મારતા વ્યક્તિ સાથે દારુ પકડાય અથવા તો સંતાડી રાખેલો દારુ પકડાય છે, ત્યારે શહેરમાં એવી ચર્ચા ચાલે છે કે આ દારૂના અડ્ડાઓ પોલીસની રહેમ નજર નીચે ચાલતા હોય છે, ત્યારે અત્યાર સુધી પોલીસ વડાની સીધી દેખરેખ નીચે ચાલતા આર આર સેલને હાલમાં જ બંધ કરવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે દરેક પોલીસ સ્ટેશનના વહીવટદારો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા, હવે તે લોકોને પણ રાહત મળી ગઈ હોય તેમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે, આર આર સેલ દ્વારા જે તે પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ અંધારામાં રહેતા હતા અને સ્પેશીયલ સેલના અધિકારીઓ દારૂ અને જુગારના ધામો ઉપર રેડ કરીને લાખોની માલમત્તા અને દારુ કબજે કરતા હતા.