મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ ની સ્થિતિમાં સુધારો થયા પછી ગુરુવારથી ઔરંગાબાદ જિલ્લાના અજંતા-ઈલોરા સહિત ત્રણ અન્ય ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓ માટે ખોલવામાં આવી રહ્યા છે. આ સ્થળો ત્રણ મહિનાથી વધુ સમયથી બંધ છે. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. જિલ્લા વહીવટીતંત્રે બીબી કા મકબરા, ઔરંગાબાદ ગુફા, દૌલતાબાદ કિલ્લો સહિત આ ઐતિહાસિક સ્થળોએ મુલાકાતીઓની સંખ્યા પર પણ મર્યાદા નક્કી કરી દીધી છે. સવારે અને બપોરે બે સત્રમાં ફક્ત ૨ હજાર પ્રવાસીઓ જ અહીં આવી શકે છે અને ટિકિટનું બુકિંગ ઓનલાઇન કરવામાં આવશે અને પ્રવાસીઓએ રોગચાળાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) એ ચેપના કેસમાં ઘટાડા બાદ બુધવારથી તમામ કેન્દ્રિય સંરક્ષિત ઇમારતો, સાઇટ્‌સ અને સંગ્રહાલયો શરૂ કરવાની જાહેરાત કરી છે. અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે એએસઆઈના આદેશને પગલે ઔરંગાબાદ જિલ્લા ડિઝાસ્ટર એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના વડા અને જિલ્લા કલેક્ટર સુનિલ ચવ્હાણે ૧૭ જૂનથી ઔરંગાબાદમાં પર્યટક સ્થળોના ઉદઘાટનને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જો કે ઔરંગાબાદ જિલ્લામાં એએસઆઈના નેજા હેઠળ આવેલા મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો બંધ રહેશે.