વોશ્ગિંટન-

અમેરિકા અને ચીનની રાજકીય ખેચતાણંમાં વધારો થઈ રહ્યો છે. અમેરીકામા ટીકટોક બેન કર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજર હવે ચીનની જાયન્ટ કંપની અલી બાબા પર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે હવે તેઓ વિચારી રહ્યા છે કે અમેરિકામાં અલીબાબા પર પ્રતિબંધ મૂકવામાં આવે કે નહીં. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જ્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું તેઓ અલીબાબા જેવી ચીનની અન્ય કંપનીઓ પર પ્રતિબંધની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું હતું કે હા, અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ ટિકિટટોક સંચાલિત કંપની બિટડાન્સને 90 દિવસની અંદર અમેરિકા સાથે તેની કામગીરી બંધ કરવા જણાવ્યું છે.

 હવે અલીબાબા પ્રતિબંધની તૈયારી કરી રહેલા આ કડીમાં બીજા ક્રમે છે. આ પ્રતિબંધો મુકવા પાછળ અમેરીકાનુ કહેવુ છે કે ચીન અમેરીકી નાગરીકોના ડેટા ચોરી રહ્યુ છે જેથી એમે તેના પર પ્રતિબંધ મુકી રહ્યા છે. ચીન પર આ વિશાળ ડેટાનો બિનવ્યાવસાયિક રીતે ઉપયોગ કરવાનો આરોપ છે. આ વિષય પર અમેરીકા અને ચીન લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે.