11, સપ્ટેમ્બર 2025
ગોધરા |
2772 |
જેઠા ભરવાડ ફરી ચેરમેન બને તેવી શક્યતાં
પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા જ તમામ 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નોંધનીય છે કે, 20 સપ્ટેમ્બરે પંચમહાલ ડેરીની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ, તેના 10 દિવસ પહેલાં જ તમામ બેઠકો બિનહરીફ જાહેર થયા છે. આમ ભાજપા પ્રેરીત પેનલ બિનહરીફ થતાં જેઠા ભરવાડ ફરી પ્રમુખ બને તેવી શક્યતાં વ્યક્ત કરાઈ રહી છે.
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આગામી 20 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. જેમાં 18 બેઠકો પર કુલ 31 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા . ભાજપા પ્રેરીત પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
ડેરીના વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડ ફરીથી ચેરમેન બને તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તેઓ 2009 થી પંચમહાલ ડેરીનું નેતૃત્વ કરી રહ્યાં છે અને તેમણે દબદબો જાળવી રાખ્યો છે. ત્યારે હવે 2025 સુધી તેમનું પ્રભુત્વ યથાવત રહેશે તેવી ચર્ચા થઈ રહી છે.