મુંબઇ-
બિગ બોસ સીઝન 14 ત્રણ ઓક્ટોબરથી શરૂ થવા થઇ રહ્યુ છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને આ વખતની સીઝન કંઇક ખાસ જોવા મળશે.અત્યાર સુધીની સીઝનમાં ક્યારેય ન જોવા મળ્યુ હોય તેવુ આ સીઝનનાં સ્પર્ધકોને કરવુ પડશે.કારણ કે ઘરની અંંદર જનારા તમામ સ્પર્ધકનો કોરોના ટેસ્ટ અને કવોરનટાઇન થશે.સ્પર્ધકોને પ્રિમિયર ડેટ પહેલા અલગ-અલગ જગ્યા પર રાખવામાં આવશે.અંદાજે સ્પર્ધકને ૨૦ અથવા ૨૧ સપ્ટેમ્બરથી ક્વોરનટાઇનમાં રહેવુ પડશે.આ સાથે જ બિગ બોસનાં ઘરમાં જતા પહેલા તમામ મેડિકલ ટેસ્ટ થશે.મળતી માહિતી મુજબ આ વખતે બિગ બોસનાં ઘરમાં જવા માટે જૈસ્મિન ભસીન,જાનશાનુ,એઝાઝ ખાન,અલી ગોનીનાં નામની ચર્ચા થઇ રહી છે.આ વખતે ૪ યૂટ્યુબર પણ ભાગ લેશે.આ તમામ યુટ્યુબરને મુંબઇની હોટલમાં ક્વોરનટાઇન કરવામાં આવ્યા છે.આ વખતે પણ બિગ બોસનો સેટ મુંબઇ ફિલ્મ સિટીમાં જ બનાવવામાં આવ્યો .શોની થીમ લોકટાઇન પર આધારિત હશે.
Loading ...