લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
2277
ઈડર. હોળીના તહેવારને લઈને ઉત્તર ભારતના લોકો હોળી મનાવવા માદરે વતન જતા હોવાથી અસારવા-આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચેલી આ ટ્રેનમાં સીટ ન મળતા મુસાફરોને કોચના ફ્લોર પર અને દરવાજા પાસે બેસવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેન આવી પહોંચી ત્યારે તે ખીચોખીચ ભરેલી હતી જ્યારે હિંમતનગરથી જ આ ટ્રેનમાં બેસવા માટે આશરે ૩૦૦ જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું ભારે ભીડને કારણે મુસાફરોને કોચમાં પ્રવેશતા જ નીચે બેસવાનો વારો આવ્યો હતો જ્યારે કેટલાક મુસાફરો દરવાજામાં પણ બેઠેલા જાેવા મળ્યા હતા હિંમતનગર રેલવે સ્ટેશન પર માત્ર આગ્રા કેન્ટ ટ્રેન જ નહીં પરંતુ અન્ય ટ્રેનોમાં પણ મુસાફરોનો ઘસારો વધુ જાેવા મળ્યો હતો અસારવા-ઈન્દોર, અસારવા-આગ્રા કેન્ટ અને ચિત્તોડગઢ-અસારવા મેમુ ટ્રેનોના ક્રોસિંગ દરમિયાન સાંજે ૪ થી ૪:૪૫ વાગ્યાની વચ્ચે સ્ટેશન પર ભારે ભીડ જાેવા મળી હતી આ ત્રણેય ટ્રેનોમાં અંદાજે ૫૦૦ થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. અસારવા-આગ્રા કેન્ટ હોળી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચેલી આ ટ્રેનમાં સીટ ન મળતા મુસાફરોને કોચના ફ્લોર પર અને દરવાજા પાસે બેસવાની ફરજ પડી હતી. હોળીના તહેવારને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આજે સાંજે હિંમતનગર રેલવે સ્ટેશન પર આગ્રા કેન્ટ ટ્રેન પહોંચી ત્યારે તે સંપૂર્ણ ભરેલી હતી. હિંમતનગરથી જ આ ટ્રેનમાં બેસવા માટે આશરે ૩૦૦ જેટલી ટિકિટોનું વેચાણ થયું હતું. ભારે ભીડને કારણે મુસાફરોને કોચમાં પ્રવેશતા જ નીચે બેસવું પડ્યું હતું, જ્યારે કેટલાક મુસાફરો દરવાજામાં પણ બેઠેલા જાેવા મળ્યા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન પર માત્ર આગ્રા કેન્ટ ટ્રેન જ નહીં, પરંતુ અન્ય ટ્રેનોમાં પણ મુસાફરોનો ધસારો જાેવા મળ્યો હતો. અસારવા-ઇન્દોર, અસારવા-આગ્રા કેન્ટ અને ચિત્તોડગઢ-અસારવા મેમુ ટ્રેનોના ક્રોસિંગ દરમિયાન સાંજે ૪ થી ૪.૪૫ વાગ્યાની વચ્ચે સ્ટેશન પર ભારે ભીડ હતી. આ ત્રણેય ટ્રેનોમાં અંદાજે ૫૦૦ થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું