૨૧ જુલાઇથી યોજાશે અમરનાથ યાત્રાઃ ૩ ઓગસ્ટે સમાપ્ત થશે
07, જુન 2020 495   |  

૨૧ જુલાન્યુ દિલ્હી,તા.૬

આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા ૨૧ જુલાઈથી શરૂ થશે અને ૩ ઓગસ્ટ સુધી ૧૫ દિવસ ચાલશે.અમરનાથજી શ્રાઇન બોર્ડના અધિકારીઓએ આમાહિતી આપી હતી. આ વરસે મહામારીને કારણે સાધુઓ સિવાય, અન્ય યાત્રાળુઓમાં ૫૫ વર્ષથી ઓછી વયના લોકો માટે જ મંજૂરી રહેશે. મુસાફરી કરતા બધા લોકો પાસે કોવિડ નેગેટિવ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. 

એસએએસબીના અધિકારીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં યાત્રા શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા યાત્રિકોને વાયરસની ક્રોસ ચેક કરવામાં આવશે.” સાધુઓ સિવાય તમામ યાત્રિકોએ ઓનલાઇન નોંધણી કરાવી લેવી પડશે. સવારે અને સાંજે ગુફા મંદિરમાં આરતીનું ભક્તો માટે લાઇવ પ્રસારણ કરવામાં આવશે.યાત્રા ૨૦૨૦ ફક્ત ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ પરથી પસાર થશે. અધિકારીઓએ કÌšં હતું કે, “આ વર્ષે કોઈ પણ યાત્રીઓને પહેલગામ રૂટ પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.” યાત્રા રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.ઇથી યોજાશે અમરનાથ યાત્રાઃ ૩ ઓગસ્ટે સમાપ્ત થશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution