18, જુન 2021
891 |
બ્રિટન
લોકડાઉન દરમિયાન કેટલાક લોકો ઘરે કંટાળી ગયા હતા. તે જ સમયે કેટલાક લોકો એવા હતા કે જેમણે ફ્રી સમયનો ઉપયોગ તેમની કલ્પનાશીલતાને ઉડાન અને સર્જનાત્મકતાને નવી પાંખો આપવા માટે આપ્યો હતો. એ જ રીતે ઉત્તર પશ્ચિમ ઇંગ્લેંડની મહિલાએ તેના રસોડામાં સંપૂર્ણ રૂપાંતરિત કરવા માટે તેના ફ્રી સમયનો ઉપયોગ કર્યો.

યુકેમાં લેન્કશાયરના બર્નલીથી બિલી જો વેલ્સ્બી નામની આ મહિલાએ તેના રસોડાની દિવાલોના ભાગોને સજાવવા માટે હજારો ૧ પૈસાના સિક્કાનો ઉપયોગ કર્યો હતો. વેલ્સ્બીએ તેના રસોડામાં નવનિર્માણના ઘણા ફોટા ફેસબુક પર શેર કર્યા અને તે પણ બતાવ્યું કે તેમનું રસોડું કેવું દેખાય છે. તેણે જણાવ્યું હતું કે રસોડાના ડેકોરેશનમાં ૭,૫૦૦ સિક્કા મૂકવામાં આવ્યા છે. સજાવટ પૂર્ણ થયા પછી શેર કરેલી એક તસ્વીરમાં ગેસ સ્ટોવની પાછળનો ભાગે લખ્યું છે 'આ આપણી ખુશીની જગ્યા છે.'

૪૯ વર્ષીય વેલ્સ્બીએ લોકડાઉન દરમિયાન તેના સમયનો ઉપયોગ ખૂબ જ સર્જનાત્મક અને ઉત્પાદક રીતે કર્યો. આ રીતે તેણીએ પૈસા બચાવવા પણ સફળ રહી જે તેને કિચનમાં નવનિર્માણ માટે કોઈ વ્યાવસાયિક ડેકોરેટર ચૂકવવાનું હતું. બિલી જો વેલ્સ્બીએ જણાવ્યું કે તેણે ૭,૫૦૦ તાંબાના સિક્કા એક પછી એક સિલિકોનના પાતળા પડ સાથે લગાવ્યા. તેને ડેકોરેશન પૂર્ણ કરવામાં ૯ કલાક જેટલો સમય લાગ્યો.

પરંતુ આટલી મહેનત અને સમય આપ્યા પછી પરિણામ તેની અપેક્ષાઓ કરતા વધારે આવ્યું. તેના કિચન ડેકોરેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે, જેમાં કિચન ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે.
