ખાડો આવતાં એમ્બ્યુલન્સ પટકાઈ અને બ્રેઈનડેડ જાહેર મહિલા જીવતી થઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, માર્ચ 2026  |   2772


ઉત્તર પ્રદેશના પીલીભીતની એક મહિલાને બરેલીના ડોકટરોએ બ્રેઈન ડેડ જાહેર કરી દીધી. પરિજનોને મહિલાને ઘરે લઈ જવા માટે કહ્યું. ઘરે પણ મહિલાના અંતિમ સંસ્કારની તૈયારીઓ થવા લાગી. પતિ મહિલાને એમ્બ્યુલન્સથી લઈને ઘરે પાછો ફરવા લાગ્યો. બરેલી-હરિદ્વાર નેશનલ હાઈવે-૭૪ પર અચાનક એમ્બ્યુલન્સના રસ્તામાં એક ખાડો આવી ગયો. આના કારણે એમ્બ્યુલન્સમાં જાેરદાર ઝટકો લાગ્યો. આના કારણે મહિલાના શરીરમાં હલચલ થઈ અને તે શ્વાસ લેવા લાગી. આ જાેઈને ઘરના સભ્યો ગભરાઈ ગયા અને તેને તરત જ બીજી હોસ્પિટલમાં દાખલ કરાવી. ૧૩ દિવસની સારવાર કરાવ્યા પછી હવે મહિલા સ્વસ્થ થઈને ઘરે પાછી ફરી છે.મહિલા ૨૨ ફેબ્રુઆરીના રોજ ઘરકામ કરતી વખતે અચાનક બેહોશ થઈ ગઈ હતી. ત્યારે તેને બરેલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં બે દિવસ સુધી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. ડોકટરોએ શરીરમાં કોઈ પ્રતિક્રિયા ન મળતા તેને બ્રેઈન ડેડ જાહેર કરી દીધી હતી. આ મામલો શહેર કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.કુલદીપ શુક્લા (૫૫) શહેર કોતવાલીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની વિનીતા ઘરના કામ દરમિયાન અચાનક બેહોશ થઈને પડી ગઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution