રાજકોટ-
રાજકોટમાં કોરોનાના કપરા દિવસો ચાલી રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા એમ્બ્યુલન્સ ખૂટી પડતા ટેમ્પો ટ્રાવેલરનો તંત્રએ સહારો લીધો છે. દર્દીઓ અને તેના સાગા સંબંધીઓ માટે ટેમ્પો ટ્રાવેલર શરૂ કરવામાં આવી છે. સતત કેસ વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સની કામગીરી વધી ગઈ છે.
રાજકોટમાં કોરોનાના કેસ વધતા હવે એમ્બ્યુલન્સ સેવા વામણી સાબિત થઈ રહી છે. જિલ્લા કલેકટરના આદેશથી ખાનગી ટેમ્પો ટ્રાવેલરને કોરોનામાં દોડાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ટેમ્પો ટ્રાવેલરથી દર્દીઓને લઈ જવા માટે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ગત મહિને દિવસમાં 108માં 200 કોલ આવતા જે વધી ચાલુ મહિને 350 થયા. 108માં મોટાભાગના કોલ કોરોનાના આવી રહ્યા છે.ગત મહિને દિવસમાં 108માં 200 કોલ આવતા જે વધી ચાલુ મહિને 350 થયા.
Loading ...