વોશિંગ્ટન-

અમેરીકન રાષ્ટ્રપતિ બન્યા પછી જો બાયડેને ગુરૂવારે સૌપ્રથમવાર સઉદી અરબના રાજકુંવર સલમાન સાથે વાત તો કરી હતી પરંતુ, આ દરમિયાન તેમણે એ બાબતે પણ તૈયારી કરી લીધી છે કે, અમેરીકન પત્રકાર જમાલ ખોશોગીને મારી નાંખવામાં તેમની શી ભૂમિકા રહી હતી. દુનિયાભરના અનેક નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કર્યા છતાં, સઉદી અરબ સાથેની વાતચીત માટે અમેરીકન પ્રમુખે શા માટે આટલી વાર લગાડી એ હજી જાણી શકાયું નથી. પોતાના મધ્યપૂર્વના આ સાથી રાષ્ટ્ર માટેનો અમેરીકન પ્રમુખનો અણગમો આ રીતે છતો જરૂર થઈ ગયો હતો. 

સઉદી અરબના રાજકુંવર સલમાનના ભારે ટીકાકાર ગણાતા એવા આ પત્રકારની-2018માં બીજી ઓક્ટોબરે ઈસ્તમ્બુલ ખાતેના અમેરીકન દુતાવાસમાં -હત્યા કરી નંખાઈ હતી. ત્યારબાદ અમેરીકી જાસૂસી તંત્ર દ્વારા એવું સંશોધન કરાયું હતું કે, આ પત્રકારની હત્યાનો આદેશ સલમાન દ્વારા જ અપાયો હતો. આવું તારણ કઢાયું હતું પરંતુ તેને ક્યારેય જાહેર નહોતું કરાયું. હવે આગામી સમયમાં અમેરીકા આ બાબતે શું કરે છે એ હજી અકળ છે.