નવી દિલ્હી-

ભારતનો ટચૂકડો પાડોશી દેશ મ્યાંમાર આજકાલ સમાચારોમાં છવાયેલો છે. આ દેશમાં રવિવારથી એવી કટોકટી શરૂ થઈ છે કે, અનેક વિદેશોએ તેના પર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમેરીકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે કે અહીં લોકતાંત્રિક પ્રક્રિયા ખોરંભે પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. યાદ રહે કે અહીં સેનાના પ્રમુખ આંગ લાઈંગે નેતા આન સૂ કી અને રાષ્ટ્રપતિની પણ ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા છે. 

મંગળવારે આ તમામ લોકતંત્ર વિરૂદ્ધની ગતિવિધિઓ પર આકરું રૂખ અખત્યાર કરતા અમેરીકાએ મ્યાંમાર માટે એવી ધમકી ઉચ્ચારી છે કે, જો ટૂંક સમયમાં ત્યાં લોકતંત્ર રાબેતા મુજબ નહીં કરાય તો તેના પર આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રતિબંધ મૂકવામાં આવશે.