દિલ્હી:

લદાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ચીન સાથેની હિંસક અથડામણ સર્જાઈ હતી. ત્યારબાદથી તણાવ ઓછો કરવાની કોશિશની વચ્ચે હવે ચીને હિમાચલપ્રદેશને અડીને આવેલી સરહદ રોડ નિર્માણ કરવાની કામગારી હાથ ધરી છે. હિમાચલપ્રદેશના કિન્નૌર જિલ્લાના કુન્નુ ચારંગ સરહદ પરનું છેલ્લું ગામ છે. કુન્નુ ચારંગના ગામના લોકોએ ચીની ક્ષેત્રમાં કર્યા બાદ આ દાવો કર્યો છે કે છેલ્લા બે મહિનામાં ચીને સરહદની નજીક 20 કિલોમીટર લાંબી રોડ બનાવી લીધી છે. 

મળતી માહિતી મુજબ મોરંગ ખીણ ક્ષેત્રના છેલ્લા ગામ કુન્નૂ ચારંગના ગામના લોકોએ દાવો કર્યો છે કે ચીન રાત્રિના અંધારામાં તેજ ગતિથી ખેમકુલ્લા પાસની તરફ રોડ નિર્માણનું કામ કરી રહ્યું છે. ચીનની તરફથી રાતના સમયે ડ્રોન પણ આવી રહ્યા છે. લોકોએ ચીન તરફથી બનાવવામાં આવી રહેલી રોડ નો મેન્સ લેન્ડમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે, કિન્નૌર જિલ્લાના પોલીસ વડા સાજૂ રામ રાણાએ સરહદી ગામોમાં ડ્રોન આવવાની પુષ્ટિ કરી છે. રોડ નિર્માણને લઈને તેમણે કહ્યું કે આટલી લાંબો રોડ ઓછા સમયમાં બની શકે નહીં. 

જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે ગામના લોકોએ આ સંબંધમાં માહિતી આપી છે. ભારતીય સરહદી ક્ષેત્રમાં એવું કશુંય થઈ રહ્યું નથી. ગભરાવવાની જરુરત નથી. જ્યારે, કુન્નુ ચાંરગ ગામના સરપંચે કહ્યું કે કેટલાક ગ્રામીણ ખેમાકુલ્લા પાસ ગયા હતા અને રેકી કર્યા બાદ સરહદ પર રોડ નિર્માણની કામગીરી થઈ રહી હોવાની માહિતી આપી છે.