ગત દિવસોમાં જ અમિતાભ બચ્ચનનાં પરિવારનાં ૪ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. અમિતાભ, અભિષેકને પહેલેથી જ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં હતાં. પણ ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા ઘરમાં જ કોરંટાઇન થઇ હતી. તો ચાર દિવસ પહેલા તેની તબિયત બગડતા તેને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જાેડાયેલાં રહે છે સતત તેમનાં સ્વાસ્થ્યની જાણકારી તેઓ શેર કરે છે. બચ્ચને તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર અભિષેક ઐશ્વર્યા અને આરાધ્યાની સાથે તેમની તસવીર શેર કરી છે જેમાં તમામ હાઠ ઉઠાવીને ફેન્સનું અભિવાદન કરતાં નજરે આવે છે. તેમણે લખ્યુ છે- અમે તમારો પ્રેમ જાેઇએ છીએ.. અમે તમારી પ્રાર્થના સાંભળીએ છીએ... અમે આભારમાં હાથ જાેડીને આપનો ધન્યવાદ કહીયે છીએ. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ શેર થતાની સાથે જ વાયરલ થઇ રહ્યો છે.