05, જુન 2021
2574 |
અમરેલી-
અમરેલીના પોલીસ વડા નિર્લિપ્ત રાયનું ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આવ્યુ છે. એસપી નિર્લિપ્ત રાયે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી હતી. નિર્લિપ્ત રાયે કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સાથે જ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ના નામે કોઇ પણ કોમેન્ટ અને પોસ્ટ ધ્યાને ના લેવા અપીલ કરી છે. જાેકે, ગણતરીની મિનિટોમાં જ ફેક એકાઉન્ટ બનાવનાર ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.
અમરેલી એસપી ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા કહેવામાં આવ્યુ કે, “અમેરેલીના એસ.પી.નિર્લિપ્ત રાયના નામથી બનાવેલ નકલી ફેસબુક પ્રોફાઇલનો સ્ક્રીન શોટ છે. આરોપી વિરૂદ્ધ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોફાઇલ પરથી આવતી પોસ્ટ અને કોમેન્ટ ધ્યાને લેવી નહિ. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અનેક પોલીસ કર્મીઓના ડમી સોશિયલ મીડિયા એકાઉન્ટ જાેવા મળ્યા હતા જેની પર કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંઘના નામે પણ થોડા સમય પહેલા બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યુ હતું અને તેના આધારે મિત્રો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી.