31, ડિસેમ્બર 2024
દાહોદ |
1584 |
દાહોદ જિલ્લાના બોરવાની ગામે અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર એવા ખાયા ફળિયામાં કેટલાક વિધર્મીઓ દ્વારા પોતાના ધર્મનો પ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરી વટાળ પ્રવૃત્તિ આદરતા હોય તે વટાળ પ્રવૃત્તિને રોકવા ની માંગણી કરતું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું. દાહોદના બોરીયાળા ગામના ત્રણેક જેટલા વિધર્મીઓ અનુસૂચિત જનજાતિની વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તાર એવા ખાયા ફળિયામાં પોતાના ધર્મનો પ્રચાર કરી ષડયંત્રના ભાગરૂપે લોકોને ગેરમાર્ગે દોરી હિન્દુ ધર્મમાંથી ક્રિસ્ચીયન(ખ્રિસ્તી) થવા માટે પ્રેરિત કરતા હોય તથા તેમને ત્યાં ખોટી રીતે કોઈ પણ સરકારી પરવાનગી લીધા વિના ચર્ચનું બાંધકામ કરવા જઈ રહ્યા હોવાનું તેમજ હિંદુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધ ખોટા તથા અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરી લોકોમાં આક્રોશ ભર્યું વાતાવરણ પેદા થાય તેવું વર્તન કરી રહ્યા હોવાની જાણ દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદને ગ્રામજનોએ કરતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સ્થળ પર જઈ તપાસ કરતા બંધ દરવાજે ગામ લોકોને સાથે રાખી પ્રાર્થના કરતા જાેવા મળતા ગ્રામજનોની રજૂઆતમાં તથ્ય જણાતા દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ વટાળ પ્રવૃત્તિ કરનારા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે લોકોએ કોઈ કોઈ સંતોષકારક જવાબ ના આપતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે મંગળવારે બોરવાણી ખાયા ફળિયામાં કેટલાક વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર વટાણ પ્રવૃત્તિ રોકવાની માંગણી સાથે નું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.