વડોદરા, તા. ૧૯

લધુત્તમ તાપમાનમાં એકડીગ્રી સેન્ટીગ્રેડ જેટલો ધટાડો નોંધાતા સમગ્ર દિવસ દરમ્યાન ઠંડીના ચમકારાનોં અહેસાસ શહેરીજનોને થતા લોકો રંગબેરંગી સ્વેટર , શાલ અને જેકટમાં જાેવા મળ્યા હતા. તે સિવાય લોકો વહેલી સવારે મોર્નિગ વોક તેમજ યોગ કરતા પણ નજરે પડ્યા હતા.

લધુત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ધટાડા બાદ ઠંડીમાં સતત વધારો જાેવા મળ્યો હતો. લધુત્તમ તાપમાન ૧૪ ડીગ્રી સેન્ટીગ્રેડની આસપાસ પહોંચતા લોકો દિવસ દરમ્યાન ઠંડીથી ઠુંઠવાયા હતા. વહેલી સવારે લોકો તંદુરસ્તી જાળવવા માટે મોર્ન્િંાગ વોક કરવા તેમજ યોગ કરતા નજરે પડ્યા હતા. ઠંડીનો પારો વધારે હોવાથી રાત્રી દરમ્યાન રાજમાર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી નવ કિ.મી. ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ જાેવા મળ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૦.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં એકડીગ્રી સેન્ટીગ્રેડના ધટાડા સાથે ૧૪.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૫૫ ટકાની સાથે સાંજે ૩૧ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૨.૨ મીલબાર્સ નોંધાયું હતું.