/
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના રીપોર્ટ ફરજિયાત નહી

દિલ્હી-

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના મહત્વના નિર્દેશમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત નથી. કોવિડ દર્દીઓની સારવારને સમર્પિત ખાનગી અને સરકારી આરોગ્ય સુવિધાઓમાં પ્રવેશ માટેની સુધારેલી રાષ્ટ્રીય નીતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈ પણ દર્દીને ઓક્સિજન અથવા આવશ્યક દવાઓ સહિતની કોઈપણ વસ્તુમાં સેવા નકારી શકાતી નથી, ભલે તે અન્ય કોઇ શહેરનો દર્દી હોય.

હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના રીપોર્ટની અનિવાર્યતા દુર કરવાના નિર્ણય અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્યોને અગત્યના દિશા-નિર્દેશોમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ કેર સેન્ટરોને વિવિધ કેટેગરીમાં કોવિડ દર્દીઓના પ્રવેશ માટેની રાષ્ટ્રીય નીતિમાં સુધારો કર્યો છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, “કરોનાના દર્દીઓને કેન્દ્રમાં રાખીએ લેવાયેલા આ પગલાંનો હેતુ કોવિડ-19થી પીડિત દર્દીઓને ઝડપી, અસરકારક અને સમગ્રલક્ષી સારવાર પૂરી પાડવાનો છે.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપાયેલા નિર્દેશમાં જણાવ્યું છે કે, “કોવિડ દર્દીઓનું સંચાલન કરતી ખાનગી હોસ્પિટલો સહિત, કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ હેઠળની હોસ્પિટલો ખાતરી કરશે કે કોવિડ-19 કેર સેન્ટરમાં પ્રવેશ માટે કોરોનાથી સંક્રમિત હોવાનો Covid19 Report ફરજિયાત રહેશે નહીં.”આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “શંકાસ્પદ કેસને કોવિડ કેર સેન્ટરના શંકાસ્પદ દર્દીઓના વોર્ડ, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં જ્યાં પણ હોય ત્યાં દાખલ કરવામાં આવશે.” આ દિશાનિર્દેશોમાં જણાવાયું છે કે કોઈ પણ દર્દીને ઓક્સિજન અથવા આવશ્યક દવાઓ સહિતની કોઈપણ વસ્તુમાં સેવા નકારી શકાતી નથી, ભલે તે અન્ય કોઇ શહેરનો દર્દી હોય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution