મુંબઈ-

અમેરીકામાં સોશ્યલ મિડિયા વેબસાઈટ રેડિટના વપરાશકારો ગેમસ્ટોપ અને એએમસી એન્ટરટેન્ટમેન્ટના શેરો થકી રાતોરાત કરોડપતિ બની ગયા છે. આ દ્વારા નફો કરનારા લોકોમાં હવે એક ભારતીયનું નામ પણ જોડાઈ ગયું છે.

દલાલ સ્ટ્રીટના દિગ્ગજ રોકાણકાર અને અબેકસ એસેટ મેનેજરના સંસ્થાપક સુનિલ સિંધાનિયાએ બુધવારે આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્ર ઉજ્જવલ સિંધાનિયાએ આ શેરોમાં રોકાણ કરીને બમ્પર રીટર્નની કમાણી કરી લીધી છે. રીટેલ વિડિયો ગેમ શોપમાં ઉજ્જવલે શેર દીઠ 10 ડોલર્સનું રોકાણ કર્યું હતું જેમાં તેને 3540 ટકાનો અધધ....નફો થયો છે. રેડિટ પર બનેલા એક ગૃપે આ જ શેરોમાં ભારે રોકાણ કર્યું છે, જેને પગલે તેના શેરોમાં ભારે ઉછાળ જોવાયો હતો અને તેને પગલે અન્ય એક ફંડ કે જેણે શોર્ટ પોઝીશન લીધી હતી તેને ભારે નુકસાન થયું હતું. 

ઉજ્જવલ સિંધાનિયાએ આ બંને શેરો એટલે કે ગેમસ્ટોપ અને એએમપી થિએટર્સના શેર અનુક્રમે 10 ડોલર્સ અને 2 ડોલર્સના ભાવે લીધા હતા પણ તેનો ભાવ વધીને 348 ડોલર્સ અને 20 ડોલર્સ થઈ જતાં રોકાણકારોને બમ્પર કમાણી થઈ હતી. આ નફાની ટકાવારી 3540 ટકા અને 860 ટકા રહી હતી. અમેરીકન શેરબજારમાં આ શેરોને મીમ સ્ટોક જાહેર કરાયા છે.