આણંદ, તા.૨૬
આણંદ શહેર કોરોનામુક્તની જગ્યાએ હવે કોરોનાયુક્ત થઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. આણંદમાં કોરોનાનો કહેર વધી ગયો છે. આજે સવારે એકલાં આણંદ શહેરમાં જ નવાં ૮ પોઝિટિવ કેસ મળી આવતાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ જિલ્લાના ખંભાતમાંથી ત્રણ, ઉમરેઠ, પેટલાદ અને બોરસદથી એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કુલ નવા ૧૪ કેસ સાથે આણંદ જિલ્લાના પોઝિટિવ કેસનો આંકડો ૨૦૩ થઈ ગયો છે.
લોકડાઉન વખતે કોરોનામુક્ત ગણાતું આણંદ શહેર હવે કોરોનાયુક્ત થઈ ગયું છે. અનલોક વન આણંદ શહેર અને જિલ્લા માટે મોંઘું સાબિત થઈ રહ્યું છે. આણંદ શહેરમાં તો જાણે રાફડો ફાટ્યો હોય તેવી હાલ છે. લોકડાઉન વખતે માત્ર એક જ પોઝિટિવ કેસ ધરાવતાં આણંદ શહેરમાં અનલોક વન પછી હવે કુલ ૩૮ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો છે. આજે આણંદ શહેરમાં નોંધાયેલાં પોઝિટિવ કેસમાં જકાતનાકા પાસે આવેલાં રહિમાનગરમાં રહેતાં ૫૯ વર્ષનાં મહિલા, ગોપી ટોકિઝ પાછળ આવેલી માનીયાની ખાડમાં રહેતાં ૫૦ વર્ષનાં મહિલા, ભાલેજ રોડ ઉપર આવેલી મદિના મસ્જિદ પાસેની ઈકબાલ કોલોનીમાં રહેતાં ૬૨ વર્ષના મહિલા, ભાલેજ રોડ ઉપર આવેલી બાગે અમન સોસાયટીમાં રહેતાં ૨૬ વર્ષના મહિલા, પોલસન ડેરી રોડ ઉપર પેરેમાઉન્ટ સોસાયટીમાં રહેતાં ૭૦ વર્ષના વૃદ્ધ, નયાવતન સોસાયટીમાં રહેતાં ૬૫ વર્ષના વૃદ્ધ, પોલસન ડેરી રોડ ઉપર ઝકરીયા સ્ટ્રીટમાં રહેતાં ૩૫ વર્ષના પુરુષ અને અમરદીપ સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ આઠ પૈકી ત્રણને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં, બેને વડોદરાની ખાનગી હોÂસ્પટલમાં અને ત્રણને એમએમસી હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ જિલ્લાના ખંભાત સ્થિત નાના કુંભારવાડાના ૫૮ વર્ષના પુરુષ, ઉમરેઠ કસબાના ૬૦ વર્ષના પુરુષ, ખાનપુર બોરસદના ૬૭ વર્ષના વૃદ્ધ, પેટલાદની રૂવાની શેરીના ૬૫ વર્ષના વૃદ્ધ, ખંભાતના જામલી મોહલ્લાના ૫૧ વર્ષના પુરુષ અને ખંભાતની ધનજી શાહની પોળના ૫૪ વર્ષના મહિલાનો રિપોર્ટ પણ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આણંદ, ખંભાત, ઉમરેઠ, પેટલાદની પાલિકા, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોએ સંબંધિત વિસ્તારમાં જઈ યુદ્ધના ધોરણે ડિસઇન્ફેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. સાથે સાથે આ વિસ્તારોને સીલ કરીને અવર-જવર રોકવામાં આવી હતી. આ બધા વિસ્તારોને સેનિટાઇઝ કરીને મેડિકલની ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે કોરોના પોઝિટિવ આવેલાં દર્દીઓના પરિવારજનો અને નજીકના સંપર્કમાં આવેલાં લોકોને ટ્રેસ કરીને તેમનો મેડિકલ ચેકઅપ શરૂ કરાયો હતો. જરૂરત જણાઈ ત્યાં સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યાં છે.
આણંદમાં રોકોટ ગતિએ કોરોનાના કેસમાં છેલ્લાં એક અઠવાડિયામાં નોંધાયેલો ઉછાળો નગરજનો માટે ચિંતાનો વિષય બની ગયો છે. આગામી દિવસોમાં હજુ નવાં કેસ બહાર આવવાની શક્યતા જાવાઈ રહી છે. લોકલ સંક્રમણ વધી રહ્યું હોવાના સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યાં છે. ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં કોરોના ઝડપતી સંક્રમણ ફેલાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. વહીવટી તંત્રએ લઘુમતી વિસ્તારોમાં સરવેની કામગીરી તેજ કરવાની જરૂરત જણાઈ રહી છે.
જિલ્લામાં કુલ ૩૦ એÂક્ટવ કેસ થઈ ગયાં!
૧૪ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં,૧૪ વડોદરાની એમસી હોસ્પિટલમાં, ૧ વડોદરાની બેંકર્સ હોસ્પિટલમાં, ૧ ખંભાતની કાર્ડિયાક કેરમાં સારવાર હેઠળ રખાયાં
છેલ્લાં એક અઠવાડિયામાં ૪૦ નવાં કેસ?
આણંદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં ૪૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી સરકારી હોસ્પિટલના માત્ર છથી સાત કેસ છે. બાકીના તમામ ખાનગી હોસ્પિટલોના છે. જાકે, આણંદ શહેરમાં તો પાલિકા તંત્રને જાણ થાય ત્યારે સંબંધિત વિસ્તારને ડિસઇન્ફેક્ટ કરીને કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવે છે, પણ ગામડાંઓનું શું?
આજના કોરોના પોઝિટિવ
ખંભાત સ્થિત નાના કુંભારવાડાના ૫૮ વર્ષના પુરુષ, ઉમરેઠ કસબાના ૬૦ વર્ષના પુરુષ, ખાનપુર બોરસદના ૬૭ વર્ષના
વૃદ્ધ, પેટલાદની રૂવાની શેરીના ૬૫ વર્ષના વૃદ્ધ, ખંભાતના જામલી મોહલ્લાના ૫૧ વર્ષના પુરુષ અને ખંભાતની ધનજી શાહની પોળના ૫૪ વર્ષના મહિલાનો રિપોર્ટ પણ આજે કોરોના પોઝિટિવ આવ્યો.
અનલોક વનમાં જ આ હાલ છે તો અનલોક ટુમાં શું થશે?
એક તરફ અનલોક વન પછી કોરોનાનો કકળાટ વધ્યો છે ત્યાં હવે અનલોક ટુ આવી રહ્યું છે. ૧ જુલાઈ પછી અનલોક ટુ શરૂ થવાનું છે. અનલોક ટુમાં વધું છુછાટની વાત થઈ રહી છે ત્યારે આણંદ શહેર અને જિલ્લા પર કોરોનાનું સંકટ વધી ગયું છે. આણંદ માટે અનલોક વનમાં છુટછાટ પછી મુશ્કેલીઓ વધી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હવે રોજગાર-ધંધાને વધુ સમય ખુલ્લા રાખવાની છૂટ મળ્યાં પછી આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો જાવા મળશે, તો એવી ચિંતા નવગરજનોમાં જાવા મળી છે.
ખાનગીહોસ્પિટલનો સરવે કરાય તો હજુ આંકડો વધે તેવી શક્યતા!
હવે ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટ અને સારવાર મોંઘી છે છતાં મધ્યમ અને સુખી પરિવારો ખાનગી હોસ્પિટલમાં છુટ મળ્યાં બાદ પોતાની સ્વાસ્થ્યની તપાસ કરાવવા બહાર નીકળ્યાં હોય તેવું લાગી રહ્યું છે. એક ચર્ચા મુજબ આ કારણે જ કોરોના પોઝિટિવ કેસોમાં ઝડપી વધારો થયો છે. આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલના કોરોના રિપોર્ટનો સરવે કરવામાં આવે તો હાલના આંકડા કરતાં પણ મોટો આંકડો બહાર આવે તેમ છે, એવું પણ કહેવાય છે.
Loading ...