આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ

અમદાવાદ, અમદાવાદમાં દિવાળી પહેલા આઈટી વિભાગની રેડે ભારે ચર્ચા જગાવી હતી. આઈટી વિભાગે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેના બોર્ડમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દોહિત્રી સામેલ છે. ત્યારે હવે રાજકારણ જગતમાં ફરી ખળભળાટ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ગાંધી આશ્રમની જમીનોના બારોબાર વેચાણ કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે. સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની રાણીપ અને વાડજની કરોડોની જમીન પાણીના ભાવે વેચી દેવાઈ છે. અમદાવાદમાં આઈટી કંપનીમાં રેડના ૧૨ દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશ કર્યા છે. આ માટે એસઆઈટી -સીટની ટીમની રચના કરાઈ છે. જેમા રિયાટર્ડ આઈએએસ વિનય વ્યાસા અન ચેરિટી કમિશનર વાયએસ શુક્લને તપાસ સોંપાઈ છે. જેમાં સાબરમતી સત્યાગ્રહ આશ્રમના તાબા હેઠળની હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીનોને બારોબાર વેચી દેવાનું કૌભાંડ પકડાયુ છે. જેની તપાસ કરવામાં આવશે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમની સ્થાપના કરાઈ હતી. તેની ૧૦૪ એકર જમીન પૈકી હરિજન આશ્રમ ટ્રસ્ટે અત્યાર સુધીમાં ૪૦ હજાર ચોરસ મીટરની જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર પાણીના ભાવે બિલ્ડરોને વેચી દીધી છે. સત્યાગ્રહ આશ્રમ સંલગ્ન ૬ ટ્રસ્ટ પૈકીનું એક હરિજન આશ્રમ ટ્રસ્ટમાં વર્ષો સુધી ઈશ્વરભાઈ પટેલ કર્તાહર્તા રહ્યા હતા. તેમના નિધન બાદ તેમનો પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલ પાસે સમગ્ર વહીવટ છે. ટ્રસ્ટની જમીન બારોબાર મંજૂરી વગર સગેવગે કરી દેવાઈ. આ સમગ્ર પ્રક્રિયામાં સરકાર તરફથી કોઈ મંજૂરી લેવામાં ન આવી. બિલ્ડરોએ તેના પર વેપારી સંકુલ અને રહેણાંક સોસાયટી પણ બનાવી દીધી. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડ મામલે સીટની ટીમ તપાસ કરશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત દરોડા પડી રહ્યું હતું. જેમાં ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો પણ બાકાત નથી. અમદાવાદમાં ફાર્મા કંપની, બિલ્ડરો, શાકભાજીના હોલસેલના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકો રડારમાં આવ્યા હતા. એકાએક તવાઈને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘણા બિલ્ડરો નામ ન ખૂલે એ બીકે ભૂગર્ભમાં જતા રહ્યાં હતા. અમદાવાદમાં અડધા વ્હાઈટ અને અડધા કાળાં નાણાં લેવાનો ખેલ શરૂ કરાયો હતો. જાેકે, આઈટી વિભાગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર દરોડા પાડ્યા હતા. જેમાઁથી બેનામી વહેવારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution